Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું રૂપિયા 850 કરોડનાં ખર્ચે નવીનીકરણ થશે

  • February 21, 2023 

અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ શહેરનાં અને પરાંના લઘુત્તમ 32 રેલવે સ્ટેશનોની કાયાપલટ થશે. જેમાંથી દસ-દસ રેલવે સ્ટેશનો પશ્ચિમ રેલવે અને બાકીના 20 સ્ટેશનો સેન્ટ્રલ અને હાર્બર લાઈનમાંથી છે. આ સ્કીમ માટે પશ્ચિમ રેલવેને યોજનાઓ અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં અધિકારીઓ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નવીનીકરણ 850 કરોડ રૂપિયાનાં ખર્ચે કરશે. પશ્ચિમ રેલવેનાં એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યાનુસાર 15મી ફેબુ્આરીએ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના નવીનીકરણ માટે ટેન્ડર મંગાવ્યા છે. જે એપ્રિલ મહિનામાં ખોલવામાં આવશે.






જેમાં બોરીવલી, બાંદરા ટર્મિનસ, અંધેરી અને દાદર સ્ટેશને ટેકનો-ઈકોનોમિક ફિઝિબિલિટીનો અભ્યાસ શરૂ કર્યો છે. અભ્યાસમાં સ્પાન, ઈન્ફ્રાસ્ટ્રકચર, મનુષ્યબળની આવશ્યકતા, કાચા માલની કિંમત, ઉપયોગીતાઓ, ઓવરહેડ્સ વગેરેનો સમાવેશ થાય છે. અમૃત ભારત સ્ટેશન યોજના લાંબા ગાળાના અભિગમ સાથે સ્ટેશનોના વિકાસની કલ્પના સાકારે છે. જેમાં માસ્ટર પ્લાન અને તેમના તબક્રાવાર અમલીકરણથી સ્ટેશન પરની સુવિધાઓમાં સુધારો કરવામાં આવે છે.





મુંબઈના શહેરો જે પુનઃવિકાસની પ્રક્રિયામાં છે તેમાં અંધેરી, બાંદરા ટર્મિનસ, બેલાપુર, બોરીવલી, ભાયખલા, ચર્નીરોડ, સીએસટી, ચીંચપોકલી, દાદર, દિવા, ગ્રાન્ટરોડ, જોગેશ્વરી, કલ્યાણ, કાંજૂરમાર્ગ, કુર્લા, એલટીટી, લોઅરપરેલ, મલાડ, મરીનલાઈન્સ, પરેલ, પ્રભાદેવી, સેન્ડહર્સ્ટ રોડ, શહાડ, ઠાકુર્લી, થાણે, ટીટવાળા, વડાલા રોડ, વિદ્યાવિહાર અને વિક્રોલી સ્ટેશનનો સમાવેશ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application