દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર છે. જેના કારણે સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડને આજે રાત્રે લગભગ 2:31 વાગ્યે બહુમાળી કૈસર-એ-હિન્દ ઇમારતમાં આગ લાગવાની માહિતી મળી હતી. જેમાં ED ની ઓફિસ કરીમભોય રોડ પર ગ્રાન્ડ હોટેલ પાસે આવેલી છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, લગભગ 1 કલાકની મહેનત બાદ, સવારે લગભગ 3:30 વાગ્યા સુધીમાં આગ પર મોટાભાગે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, આગ લેવલ-2 ની હતી. જેને સામાન્ય રીતે મોટો અકસ્માત માનવામાં આવે છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. આગ ઓલવવા માટે 8 ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે 6 જમ્બો ટેન્કર, એક એરિયલ વોટર ટાવર ટેન્ડર, એક રેસ્ક્યુ વેન, એક ક્વિક રિસ્પોન્સ વાહન અને 108 સેવાની એક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500