કર્ણાટકનાં બેંગલુરુમાં મહાદેવપુરા પાસે એક બાઈકનાં શો-રૂમમાં ભયંકર આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 50થી વધુ ટુ-વ્હિલર્સ વાહનો સળગીને ખાક થઈ ગયા છે. પોલીસનાં જણાવ્યા મુજબ શો-રૂમમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં અનેક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવી લીધો હતો. અધિકારીઓએ કહ્યું કે, ગઈકાલે મોડી રાત્રે આગ લાગી ત્યારે શોરૂમ બંધ હતો.
સ્થાનિક રહેવાસીઓએ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતા જોઈ તુરંત પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. અગાઉ નવેમ્બર-2024માં બેંગલુરુના નવરંગ બાર જંક્શન પાસે ડૉ.રાજકુમાર રોડ પર એક ઈલેક્ટ્રીક બાઈકના શોરૂમ (Electric Bike Showroom)માં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટના 20 વર્ષિક એક મહિલાનું મોત થયું હતું અને એક અન્ય વ્યક્તિને ઈજા થઈ હતી. રિપોર્ટ મુજબ મૃતક પ્રિયા નામની મહિલા એમવાય ઈવીમાં એકાઉન્ટન્ટની કામગીરી કરતી હતી. પ્રિયા તારીખ 20 નવેમ્બરે પોતાનો 21મો જન્મદિવસ ઉજવવાની હતી. આ ઘટના રાજરાજેશ્વરી નગર પોલીસ સ્ટેશન પાસે લાગી હતી. વરિષ્ઠ ફાયર અને ઇમરજન્સી અધિકારીઓના જણાવ્યા મુજબ, ચાર્જિગ દરમિયાન ઈવી સ્કૂટરની બેટરીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને તે આખા શોરૂમમાં ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન 45 ઈલેક્ટ્રીક વ્હિકલ પણ સળગીને ખાક થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application