Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

house raid : ટોકરવા ગામમાંથી 99 હજારનો ઈંગ્લીશદારૂ ઝડપાયો, આરોપી વોન્ટેડ

  • July 11, 2021 

સોનગઢના ટોકરવા ગામમા સ્થાનિક પોલીસે દરોડા પાડી 99 હજારનો ઈંગ્લીશદારૂ ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ સોમનાથભાઈ સંભાજીભાઈને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આજરોજ સવારે સોનગઢ તાલુકાના ટોકરવા ગામમાં દરોડા પાડ્યા હતા, ગામના મિસ્ત્રી ફળીયામાથી ગાયસવાર ગામ તરફ જવાના રોડની બાજુમાં આવેલ કુવા નજીક પાકી બંગલીમાં સંતાડેલો ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂ હેવર્ડ્સ 5000 સુપર સ્ટ્રોંગ 500 એમએલ વાળી બીયર ટીન નંગ 120 જેની કિંમત રૂપિયા 12 હજાર, એમ્સસ્ટીલ બીયર 500 એમએલ વાળી બીયર ટીન નંગ 120 જેની કિંમત રૂપિયા 12 હજાર, કિંગ ફિશર સ્ટ્રોંગ બીયર 500 એમએલ વાળી ટીન નંગ 120 જેની કિંમત રૂપિયા 12 હજાર, ટુબેગ સ્ટ્રોંગ બીયર 500 એમએલ વાળી ટીન નંગ 192 જેની કિંમત રૂપિયા 19,200/- તથા ઈમ્પેરીયલ બ્લુય વિસ્કી 180 એમએલ વાળી બોટલ નંગ 288 જેની કિંમત રૂપિયા 28,800/- તથા ઈમ્પેરીયલ બ્લુય વિસ્કી 750 એમએલ વાળી બોટલ નંગ 30 જેની કિંમત રૂપિયા 15 હજાર મળી કુલ ઈંગ્લીશદારૂની બાટલીઓ નંગ 870 જેની કિંમત રૂપિયા 99 હજારનો ઈંગ્લીશદારૂ બંગલીમાથી ઝડપી પાડ્યો હતો. પોલીસનીતપાસમાં સુનીલ ઉર્ફે ડેડીયો રહે, ટોકરવા ગામ તા.સોનગઢ નાએ દારૂનો મુદ્દામાલ સંતાડેલો હોવાનુ જાણવા મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈની ફરિયાદના આધારે પકડાયેલો ઈંગ્લીશદારૂ જપ્ત કરી સુનીલ ઉર્ફે ડેડીયો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application