વ્યારા તાલુકાનાં વાંસકુઈ ગામના મોરી ફળીયાના રહીશ દિવ્યાંગીનીકુમારી નિતીનભાઈ ચૌધરી (ઉં.વ.૨૧) આશરે છ વર્ષથી અવારનવાર માથામાં તેમજ પેટ, હાથ-પગમાં દુ:ખાવાથી પરેશાન રહેતા હતા, તેમજ હાલમાં જેઓને મેલેરીયા તાવ આવતો હોય, જેથી બિમારીથી કંટાળી જઈ તેણીએ ગત તારીખ ૨૫/૧૨/૨૦૨૪ નાંરોજ એસિડ પી લીધું હતું, તેણીને પ્રાથમિક સારવાર વ્યારા જનરલ હોસ્પિટલમાં આપ્યા બાદ સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેણીનું સારવાર દરમિયાન તારીખ ૨૫/૧૨/૨૦૨૪ નાંરોજ મોત થયું હતું. ઘટના અંગેનાં કેસ કાગળો સુરતથી આવતા કાકરાપાર પોલીસે અમોત દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application