ગાંધીનગર શહેર નજીક આવેલ પોર ગામમાં સવારનાં સમયે કચરો નાખવા જેવી નજીવી બાબતમાં વૃદ્ધાને માર માર્યા બાદ કૌટુંબિક બે ભાઈઓએ વૃદ્ધાનાં પતિ અને પુત્ર ઉપર પણ હુમલો કર્યો હતો. જેથી વૃદ્ધાને સારવાર માટે ખસેડાયા બાદ અડાલજ પોલીસે બે ભાઈઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેર નજીક આવેલા પોર ગામમાં મોટા ઠાકોરવાસ ખાતે રહેતા રાજુજી રમણજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, સવારનાં સમયે તેમની માતા પીલાબેન ઘર નજીક કચરો નાખવા માટે ગયા હતા.
ત્યારબાદ તેમના કાકાના દીકરા મુકેશ કાંતિજી ઠાકોર અને દશરથ કાંતિજી ઠાકોરે તેમની માતા સાથે તકરાર શરૃ કરી હતી. ત્યારબાદ તેમને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. જેથી તેમની માતા ઘર તરફ આવતા હતા ત્યારે આ બંને ભાઈઓ ઘર સુધી આવ્યા હતા. રાજુજી અને તેમના પિતા સાથે પણ તકરાર શરૂ કરી હતી. તેમની સાથે પણ મારામારી કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ઘાયલ પીલાબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે અડાલજ પોલીસ આ બંને ભાઈઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application