Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અડફેટે આવતાં સાયકલ સવાર વૃદ્ધનું મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

  • December 26, 2023 

ગાંધીનગર શહેર નજીક મહુડી હાઇવે ઉપર સાયકલ ઉપર પુત્રને ટિફિન આપવા જઈ રહેલા પીપળજ ગામના વૃદ્ધને ઉનાવા ગામના પાટીયા પાસે અજાણ્યો કાર ચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જે ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પેથાપુર પોલીસે અજાણ્યા કાર ચાલક સામા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, નવા પીપળજ ગામમાં રહેતા વિજયસિંહ ભીખાજી વાઘેલા ગાંધીનગર મહુડી હાઇવે ઉપર ઉનાવા ગામના પાટીયા પાસે ગલ્લો ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવે છે. ગલ્લા ઉપર દરરોજ તેમના પિતા ભીખાજી ટિફિન આપવા માટે આવતા હોય છે અને નિત્યક્રમ મુજબ ભીખાજી ઘરેથી સાયકલ લઈને ટિફિન લઈ વિજયસિંહને આપવા માટે નીકળ્યા હતા.


તે દરમિયાન ઉનાવા પાસે પૂરઝડપે આવી રહેલી કારે ભીખાજીને અડફેટે લીધા હતા અને તેઓ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. વિજયસિંહ તેમજ તેમના પત્ની આ અકસ્માત જોઈ જતા તુરત જ દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા સ્થળ ઉપર પહોંચી હતી. પરંતુ ગંભીર ઇજાઓને કારણે ભીખાજીનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. ઘટના અંગે પેથાપુર પોલીસે ફરાર થઈ ગયેલા કારના ચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે મથામણ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application