ગાંધીનગર શહેર નજીક ચિલોડા પોલીસે દિલ્હીથી પિસ્તોલ અને કારતૂસ લઈને જતા મુસાફરને ચંદ્રાલા પાસે ઝડપી લીધો હતો. બેંગ્લોરનાં આ યુવાન સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે વખતે હિંમતનગર તરફથી આવતી બસને ઉભી રાખવામાં આવી હતી. જેમાં સવાર મુસાફરો અને તેમના સામાનની તપાસ શરૂ કરવામાં આવી હતી.
તે દરમિયાન બસમાં સવાર મુસાફરના થેલામાંથી એક પિસ્તોલ અને બે કારતુસ મળી આવ્યા હતા. મુસાફરની પૂછપરછ કરતા તે ક્રિષ્નાચંદ ઉર્ફે આયુષ ઉર્ફે રાહુલ જીબાનચંદ ઉર્ફે અબુલ રેડ્ડી ચંદ (રહે.ગોવિંદા રેડ્ડીના મકાનમાં, એમ.એન.વિધ્યા સાંઈરાજ એન્કલેવ મનીપાલ કાઉન્ટી સેડ, બેંગલોર કર્ણાટક) હોવાનું બહાર આવ્યું હતું. જે સંદર્ભે પૂછપરછ કરતા આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે સંદર્ભે ચુપકીદી સાધી લીધી હતી. જોકે કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે જ આ યુવાન હથિયાર લઈને આવ્યો હોવાનું પોલીસ માની રહી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ તો તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application