Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શોર્ટ સર્કિટને કારણે ગેરેજમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી, પાણીનો મારો ચલાવી ફાયર બ્રીગેડએ આગ ઉપર કાબુ મેળવી

  • August 28, 2023 

ગાંધીનગર શહેર નજીક સરગાસણના અશ્વમેઘ કોમ્પલેક્સમાં આવેલા ગેરેજમાં સવારના સમયે અચાનક આગ લાગતાં આસપાસના વિસ્તારના રહિશોમાં દોડધામ મચી ગઇ હતી આ ઘટના અંગે ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવતા ફાયર કાફલો સ્થળ ઉપર પહોચી ગયો હતો અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણમાં અશ્વમેઘ કોમ્પલેક્સમાં અશોકભાઇ ઠાકોર ચામુંડા ગેરેજ નામની દૂકાન ચલાવે છે.



જોકે તેઓ રાત્રે દૂકાન બંધ કરીને ઘરે ગયા હતા. તે દરમિયાન વહેલી સવારે આ બંધ દૂકાનની અંદરથી આગના ધુમાડા બહાર આવતા આસપાસના વેપારીઓ અને રહિશોમાં ફફડાટ ફેલાયો હતો. જેથી આ ઘટના અંગે તુરતં જ ગાંધીનગર ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગની આ ઘટનામાં દૂકાનમાં રહેલો તમામ સરસામાન બળીને ખાખ થઇ ગયો હતો. દૂકાનની અંદર રહેલા મીટર બોક્સમાં શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application