Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડિયા તાલુકામાં મકાન ભાડુઆત જાહેનામા ભંગનાં ગુન્હા હેઠળ ૧૪ મકાન માલિકો વિરુધ્ધ ગુન્હા દાખલ કરાયા

  • April 23, 2025 

ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં ચાર પોલીસ મથકો દ્વારા મકાન ભાડુઆત જાહેનામા ભંગના ગુના હેઠળ કુલ ૧૪ મકાનમાલિકો વિરુધ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ, ઝઘડિયા જીઆઈડીસી પોલીસ ટીમે દધેડા ગામે મકાન ભાડે આપી તેની નોંધણી પોલીસ મથકમાં નહિ કરાવનાર ૩ મકાન માલિકો વિરુધ્ધ ગુના દાખલ કર્યા હતા. તે મુજબ મકાન માલિકો રફ્યુદીન મલેક (રહે.દધેડા, તા.ઝઘડિયા), નારણભાઈ વસાવા (રહે.દધેડા), મદનલાલ મારવાડી (રહે.દધેડા, તા.ઝઘડિયા)ના વિરુધ્ધ મકાનો અન્યને ભાડે આપીને તેની નોંધણી પોલીસ મથકમાં નહિ કરાવેલ હોઈ તેમની સામે ગુના દાખલ કર્યા હતા.


જ્યારે ઝઘડિયા પોલીસ ટીમે તપાસ દરમિયાન જીજ્ઞેશ નારણભાઈ પટેલ (રહે.ફુલવાડી, તા.ઝઘડિયા, અર્જુન મગનભાઈ વસાવા (રહે.ગામ ફુલવાડી, તા.ઝઘડિયા), ઠાકોરભાઈ મોહનભાઈ વસાવા (રહે.ગામ ફુલવાડી તા.ઝઘડિયા), સુશીલાબેન રણછોડભાઈ વસાવા (રહે.ગામ મોટાસાંજા, તા.ઝઘડિયા), પ્રફુલભાઈ ભરતભાઈ પટેલ (રહે.ગામ ફુલવાડી, તા.ઝઘડિયા)નાં વિરુધ્ધ મકાન અન્યને ભાડે આપીને પોલીસમાં નોંધણી નહિ કરાવેલ હોઈ આ મકાન માલિકો વિરુધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હા નોંધવામાં આવ્યા હતા, જ્યારે રાજપારડી પોલીસ ટીમે તપાસ દરમિયાન મકાન માલિકો ઘનશ્યામભાઈ મગનભાઈ મિસ્ત્રી (રહે.ગામ રાજપારડી, તા.ઝઘડિયા), કોકિલાબેન અશોકભાઈ પાટીલ (રહે.ગામ રાજપારડી, તા.ઝઘડિયા), ઝાકીરભાઈ અહેમદભાઈ ગોહિલ (રહે.ગામ રાજપારડી, તા.ઝઘડિયા), મૈયુદીન અહેમદભાઈ શેખ (રહે.ગામ નવીતરસાલી, તા.ઝઘડિયા), ગણેશભાઈ મનુભાઈ પટેલ (રહે.ગામ રાજપારડી, તા.ઝઘડિયા)ના વિરુધ્ધ મકાન ભાડુઆત જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કર્યા હતા. જયારે ઉમલ્લા પોલીસ ટીમે તપાસ દરમિયાન મકાનમાલિક અબ્દુલઅજીજ ઇલિયાસભાઈ ખત્રી (મુળ રહે.ગામ ઉમલ્લા અને હાલ રહે.અંકલેશ્વર)નાં વિરુધ્ધ ઉમલ્લા ગામે અન્યને મકાન ભાડે આપીને પોલીસમાં તેની નોંધણી નહિ કરાવવા બદલ ગુનો દાખલ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application