ભરૂચનાં જંબુસર તાલુકાના એક ગામમાં બહેન સાથે રહેતી ૨૩ વર્ષીય યુવતીને તાલુકાનાં દેવલા ગામનાં યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યા બાદ લગ્ન કરવાનો ઈન્કાર કરી યુવકે તેના ભાઈઓ મળી યુવતીને મારમાર્યો હતો. મળતી માહિતી મુજબ, જંબુસર તાલુકાના એક ગામ મા પોતાની બહેન સાથે રહેતી ૨૩ વર્ષીય યુવતીને દેવલા ગામે રહેતા સફવાન હસન મૌલા સાથે પ્રેમસંબંધ હતો. સફવાને યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતુ.
બાદમાં યુવતીએ જ્યારે લગ્ન કરવાનુ જણાવતા તેણે લગ્ન કરવાનો ઈન્કાર કરી ત્યારબાદ સફવાને તેના પરિવારના હસન અલી મૌલા, ઇરફાન હસન મૌલા તથા લુકમાન હસન મૌલાને બોલાવીને ચારેયે યુવતીને માર મારી ગાળો બોલી માથા તથા આંખના ભાગે ઈજા પહોંચાડી હતી. જેથી યુવતીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. બનાવ અંગે યુવતીએ સફવાન હસન મૌલા, હસન અલી મૌલા, ઈરફાન હસન મૌલા તથા લુકમાન હસન મૌલા (તમામ રહે.દેવલા) વિરુદ્ધ જંબુસર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500