ગાંધીનગર સેકટર-26નાં બંધ મકાનનાં તાળા તોડી તસ્કરો અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 2.92 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે સેક્ટર-26 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, ગાંધીનગરની જી.આઇ.ડી.સી.માં ઇલેક્ટ્રીક કંપનીમાં ઇલેક્ટ્રીકલ તરીકે કામ કરતા અમિતસિંહ ગણપતસિંહ બારડ ગ્રીનસિટી સેક્ટર-26નાં પ્લોટ નં-જી-2માં રહે છે.
તેમનો પરિવાર ચેન્નઇ હોવાથી તેઓ પણ ઘરને તાળું મારીને ચેન્નઇ ગયા હતા ગઇકાલે અમિતસિંહ તેમના પરિવાર સાથે ઘરે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં હતો જેથી ઘરમાં જઇને તપાસ કરતા બેડરૂમની તિજોરીનો સામાન પણ વેર વિખેર હાલતમાં હતો અને તિજોરીમાં રાખવામાં આવેલા સોના-ચાંદીનાં દાગીના ત્યાં જણાયા ન હતો. જેથી તેમને ચોરી થઇ હોવાનું માલુમ પડયું હતું અને રોકડા 17 હજાર, દાગીના મળીને કુલ રૂપિયા 2.92 લાખની ચોરી થઇ હોવાની ફરિયાદ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application