કલોલનાં પૂર્વ વિસ્તારમાં બંધ મકાનમાં રાખેલા અજાણ્યા તસ્કરો રોકડ અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા 4,64,000/-નો મુદ્દામાલની ચોરી કરી ગયા હતા તેમજ અન્ય એક દુકાનમાં પણ તસ્કરો અહીંથી સોના ચાંદીના અને રોકડ મળી રૂપિયા 49,000/-ની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલનાં પૂર્વ વિસ્તારમાં આવેલ નારાયણભાઈની ચાલીમાં રહેતા જયંતીજી ચંદુજી ઠાકોર પોતાનું મકાન બંધ કરીને સૌરાષ્ટ્ર યાત્રા પ્રવાસે ગયા હતા ત્યારે તેમના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી અંદરથી તિજોરી તોડી હતી અને તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ રૂપિયા મળી 1,82,000/- મળી કુલ રૂપિયા 4,64,000/-ની ચોરી કરી હતી. બનાવ અંગે ચોરી અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જોકે ચોરીનાં અન્ય એક બનાવમાં કલોલનાં પૂર્વ વિસ્તારમાં આવેલ ઓમકાર રો હાઉસમાં રહેતા રામચંદ્ર રઘુવર દયાલ પ્રજાપતિ પોતાનું મકાન બંધ કરીને પત્ની સાથે અમદાવાદ દીકરાના ઘરે ગયા હતા ત્યારે રાત્રિના સમયે તસ્કરો તેમના બંધ મકાનનું તાળું તોડયું હતું અને અંદરથી તિજોરી તોડી તસ્કરો સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ રૂપિયા 49,000/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જોકે ચોરીના એક વધુ બનાવમાં કલોલ તાલુકાના છત્રાલ ગામે રહેતા દિનેશભાઈ ભોપાભાઈ રબારીએ પોતાની ઇકો કાર ઘરના આંગણે પાર્ક કરી હતી ત્યારે મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો ઇકો કારનો સાઇલેન્સર જેની કિંમત રૂપિયા 35 હજારનું ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આમ ચોરીના બનાવ અંગે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જેથી પોલીસે તસ્કરો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500