Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બાઈક સ્લીપ થઈ જતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

  • October 08, 2023 

ગાંધીનગરનાં કલોલમાં રહેતી મહિલા બાઈક લઈને અમદાવાદ નોકરી જઈ રહી હતી ત્યારે તેનું બાઈક સ્લીપ ખાઈ જતા તેને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું મહિલાના મોતથી ત્રણ દીકરીઓનો આધાર છીનવાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરી તપાસ હાથ ધરી હતી.



મળતી માહિતી અનુસાર, કલોલમાં આવેલા પ્રકાશપુંજ માં રહેતી નિત્તલબેન પ્રવીણભાઈ ચૌહાણ બાઈક લઈને અમદાવાદ નોકરીએ જતી હતી. તે સમયે બાઈક સ્લીપ ખાઈ જતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં દસ દિવસની સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું, મરણ જનાર મહિલા ત્રણ દીકરીઓની માતા હતી અને તેના પતિનું ત્રણ વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું મહિલાના મોતથી તેના પરિવારની ત્રણેય દીકરીઓ નોંધારી બની જતા અરેરાટી વ્યાપી જવા પામી છે બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application