ગાંધીનગર શહેર નજીક ચ-0 સર્કલ પાસે મોડી રાત્રે બાવળાથી ધણીયોલ જઇ રહેલી ઘાસનાં પુળા ભરેલી ટ્રકમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ અંગે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કાંફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્યના બાવળા ખાતેથી ડાંગરના ઘાસની 250 જેટલી ગાંસડીઓ ભરીને ટ્રકમાં ડ્રાઇવર અને ક્લિનર ધણીયોલ ગામે જવા નીકળ્યા હતા ગાંધીનગરથી ટ્રક પસાર થઇ રહી હતી.
તે સમયે ચ-0 સર્કલ પાસે ટ્રકમાં સ્પાર્ક થવાથી આગ ભભુકી ઉઠી હતી અને તેના કારણે ડ્રાઇવર અને ક્લિનર નીચે ઉતરી ગયા હતા. જોત જોતામાં ઘાસ ભરેલી આ ટ્રકમાં આગ વિકરાળ બની હતી. જેના કારણે માર્ગ ઉપર વાહનવ્યવહાર પણ થંભી ગયો હતો. બીજીબાજુ આ ઘટના અંગે ગાંધીનગર ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જોકે, આ આગને કારણે ટ્રક પણ બળીને ખાખ થઇ ગયો હતો. સદ્દનસીબે આ આગની ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application