ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં પીપલદહાડથી ભોંડવિહિર જતા માર્ગ પર બાઇક ચાલકે કાબૂ ગુમાવતા બાઇક સાથે પાસેની નદીમાં ધડાકા ભેર પડતા ગંભીર ઇજાઓ થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આહવા તાલુકાનાં ઘૂબીટા ગામનો વિક્રમ રામુ ભોયે પોતાનું બાઇક નંબર GJ/39/C/9570 જઈ રહ્યો હતો. તે સમયે પીપલદહાડથી ભોંડવિહીર માર્ગમાં અકસ્માત નડ્યો.
જોકે રસ્તા પરથી નદીમાં ગાડી સાથે ખાબકતા યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી. જયારે રસ્તામાંથી પસાર થતાં લોકોને ધ્યાને આવતા 108ને જાણ કરાઇ હતી. જેથી ઘટના સ્થળે 108 દોડી આવી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે યુવકને ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application