Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકે બાઈકને અડફેટે લેતાં યુવકનું ઘટના સ્થળે મોત

  • June 15, 2022 

વઘઇ સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર ગીરાધોધ ફાટક પાસે પૂરઝડપે જતી ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વઘઇ સાપુતારા માર્ગ ઉપર ધર્મેશભાઈ મયલુભાઈ ભોંયે વઘઇથી પોતાની બાઈક નંબર જીજે/21/બીબી/2621 ઘરે રંભાસ જઈ રહ્યો હતો.



તે દરમિયાન ગીરાધોધ ફાટક પાસે રોંગ સાઇડે ધસી આવેલ ટ્રક નંબર જીજે/05/બીવી/8390નાં ચાલકે બાઈકને અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતા બાઈક ઉપર સવાર ધર્મેશભાઈ ભોંયે (ઉ.વ.27) નાનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક યુવકનાં પિતા મયલુભાઈ ભોંયએ વઘઇ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત ગુનો નોંધી ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application