Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમના તંત્રનો નાશ કરવા માટે ચારે તરફથી વાર શરૂ કર્યું

  • April 27, 2025 

પહલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાં આતંકવાદીઓ તેમજ તેમના તંત્રનો નાશ કરવા માટે ચારેતરફથી વાર કરવાનું શરૂ કર્યું છે. આતંકવાદીઓના ઘરને તોડી પાડવાની સાથે તમામ પૂર્વ આતંકવાદીઓ તેમના તેમના ઓવરગ્રાઉન્ડ વર્કરોને ચિહ્નિત કરીને પૂછપરછ કરી તેમના ઘરની તપાસ કરવામાં આવી રહી છે. ફક્ત શ્રીનગરમાં જ 64 આતંકવાદી તેમજ ઓવરગ્રાઉન્ડ વર્કર્સના ઠેકાણાની તપાસ કરવામાં આવી છે. અનંતનાગમાં 188 લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, કાશ્મીરના અન્ય ભાગોમાં લગભગ 2500 લોકોને સંબંધિત પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જેલમાં બંધ 24થી વધુ આતંકવાદી અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


વિભિન્ન વિસ્તારમાં વિશેષ ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે. આ ચેકપોસ્ટ પર જ આતંકવાદીઓના છ મદદગારો હથિયારો સાથે પકડવામાં આવ્યા હતા. શનિવારે સવારે શોપિયાંમાં લશ્કર આતંકવાદી શાહિદ અહેમદ કૂટે અને કુલગામમાં આતંકવાદી ઝાકિરનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. બંને લશ્કરના આતંકવાદી છે. ત્યાં કુપવાડામાં પણ લશ્કર આતંકવાદી ફારૂક સહિત બે આતંકવાદીઓના મકાન તોડી પાડવામાં આવ્યા છે. સાંજે શોપિયાંના જૈનાપોરામાં TRF ના આતંકવાદી અદનાન શફી ડારનું મકાન પણ તોડી પાડવામાં આવ્યું હતું. ગત ચોવીસ કલાકમાં સુરક્ષાદળોએ વાદીમાં નવ આતંકવાદીઓના મકાન વિસ્ફોટકથી તોડી પાડ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ડિરેક્ટર જનરલ નલિન પ્રભાતે દક્ષિણ કાશ્મીરમાં ડેરો જમાવી દીધો છે.


તેઓ દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે અને ત્યાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનોનો તાગ મેળવી રહ્યા છે. વિક્ટરક ફોર્સે પણ પોતાના કાર્યાધિકાર વિસ્તારમાં તમામ સૈન્ય કમાન્ડરને આતંકવિરોધી અભિયાન તેજ કરવા અને પેટ્રોલિંગ વધારવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એવી જગ્યાને ચિહ્નિત કરવામાં આવી રહી છે કે, જ્યાં કોઈપણ પ્રકારની ચૂકનો આતંકવાદી લાભ લઈ શકે છે. હાલ, આ દરેક જગ્યાએ ફાઇટર જેટ પણ તૈનાત કરવામાં આવ્યા છે. લઘુમતી વસાહતો અને મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દેખરેખ માટે ડ્રોન પણ ઉડાડવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પણ શનિવારે સવારથી સાંજ સુધી રાજૌરી અને પૂંછ ઉપર ઉડાન ચાલુ રાખી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, પહલગામમાં થયેલાં આતંકવાદી હુમલાની તપાસમાં એજન્સીઓએ અનંતનાગ અને પહલગામમાં 188 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવા માટે અટકાયત કરી હતી.


આ સિવાય અનંતનાગમાં 22 જગ્યાએ અને કુલગામમાં 14 જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી છે. શ્રીનગરમાં 64 પૂર્વ આતંકવાદી અને ઓવરગ્રાઉન્ડ વર્કરના ઘરોની તપાસ કરવામાં આવી છે. દક્ષિણ કાશ્મીરમાં ગત ચાર-છ મહિના બાદ પકડવામાં આવેલા આતંકવાદીઓ અને તેમના ઓવરગ્રાઉન્ડ વર્કર્સની જેલમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઠાર કરવા માટે શોધો અને મારો અભિયાન ચલાવ્યું છે. આ હેઠળ ત્રાલ, બિજબિહાડા, આડૂ, બૈસરન, કોકરનાગ અને તેમની સાથે જોડાયેલા વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. NIAએ પહલગામ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે.


શ્રીનગરમાં NIA ના IG વિજય સખાનાના નેતૃત્વમાં ટીમે તપાસ શરૂ કરી છે. NIA એ  આ હુમલામાં સ્થાનિક અને સીમા પાર તમામ પાસાઓ હેઠળ તપાસ શરૂ કરી છે. વળી, ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમે પૂરાવા એકઠા કરવા માટે શુક્રવારે એકવાર ફરી બૈસરનમાં આતંકવાદી હુમલાની જગ્યાએ મુલાકાત લીધી છે. હુમલામાં મોતને ભેટેલા ઓડિશાના બાલેશ્વર નિવાસી દિગ્ગજ પ્રશાંત સતપથીની પત્ની પ્રિયદર્શિની સાથે દિલ્હીથી આવેલી ત્રણ સભ્યોની  NIA ના અધિકારીઓની ટીમે પૂછપરછ શરૂ કરી છે. બંગાળમાં પણ NIAના અધિકારીઓએ હુમલામાં મોતને ભેટેલા સમીર ગુહાના સ્વજનોના નિવેદન નોંધ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application