વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાનાં ટુકવાડા ગામે પત્ની સાથે સંબંધનાં વહેમમાં બે મોપેડ સળગાવી દેવાતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઘટના અંગે બે ઈસમો સામે ફરિયાદ નોંધાવાઈ હતી. ઘટનામાં યુવક સાથે ઝપાઝપી કરી મારી નાંખવા ધમકી પણ આપી હતી. મળતી માહિતી મુજબ, પારડી તાલુકાનાં ટુકવાડા ગામે રહેતા ગણેશભાઈ નાગરભાઈ પટેલે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની પત્ની અને તેમના જ ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ ઉત્તમભાઈ પટેલની પત્ની વચ્ચે સારી મિત્રતા હતી. અવારનવાર મહેન્દ્રભાઈના પત્ની ગણેશભાઈના ઘરે આવતા જતા હતા.
જેથી મહેન્દ્રભાઈને ગણેશભાઈ સાથે પત્નીનો સંબંધ હોવાની શંકા હતી. તેને કારણે મહેન્દ્રભાઈ ગણેશભાઈ અને યુવક સાથે બે શખ્સોએ ઝપાઝપી કરી અપશબ્દો કહા, જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી તેમની પત્ની સાથે વારંવાર બોલાચાલી કરતો હતો. જે બાબતે અગાઉ ગામરાહે સમાધાન પણ થયેલ હતું. પરંતુ ગત તારીખ ૨૯/૧૨/૨૦૨૪ નાંરોજ ગણેશભાઈના મોબાઈલ ફોન પર મહેન્દ્રભાઈના મિત્ર હિરલભાઈ ચંપકભાઈ પટેલનો ફોન આવ્યો હતો અને તેણે શંકાના આધારે અપશબ્દો કહીને મારમારવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ગણેશભાઈ બહાર જતા હતા ત્યારે તેમને અટકાવી ઝપાઝપી કરાઈ હતી. જે બાદ રાત્રે બંને ગણેશભાઈના ઘરે આવ્યા હતા. તેઓએ ગણેશભાઈએ ઘર પાસે મૂકેલ એક્ટિવા અને મેસ્ટ્રોને સળગાવી દીધી હતી. બંને મોપેડ પૂરેપૂરી સળગી જતા ગણેશભાઈએ બંને ઈમસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application