Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક પર સવાર એકનું મોત, એક ઘાયલ

  • February 03, 2023 

ભરૂચનાં જંબુસર તાલુકામાં આવેલાં આસનવડ ગામે નવીનગરીમાં રહેતાં જયંતી સુરસંગ પઢિયારને ટંકારી ગામે લગ્ન પ્રસંગનું આમંત્રણ હોઇ તેઓ બાઇક પર ટંકારી ગામે જવા માટે નિકળ્યાં હતાં. તે દરમિયાન સિંધરણા આસનવડ જવાના વળાંક પર તેમના પરીચિત અને સિંધરણા ગામના રમણ બુધા રાઠોડ મળતાં તેમને પણ ટંકારી ગામે તે જ લગ્નમાં જવાનું હોવાનું કહેતાં બંને બાઇક પર ટંકારી ગામે જવા નિકળ્યાં હતાં. તે દરમિયાન ટંકારી ગામ પાસે જ એક કાર ચાલકે ફુલ લાઇટ કરી તેમની સામે પુરઝડપે ધસી આવી તેમને ટક્કર મારતાં બંને રોડ પર ફંગોળાઇ ગયાં હતાં.





જોકે અકસ્માતમાં પાછળ બેસેલાં રમણ રાઠોડને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે જયંતી પઢિયારને ઇજાઓ થઇ હતી. ઘટનાના પગલે આસપાસના લોકો તુરંત દોડી આવતા તેમણે 108ની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલાં કાર ચાલકને શોધવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application