ભરૂચનાં પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ હિન્દુસ્તાન મિસ્વાકો કંપનીમાં 28 વર્ષીય કામદાર અવિનાશ રમેશ ભામરે હાલ જાન્વી નગર ભડકોદ્રા ખાતે રહી નોકરી કરી રહ્યો છે. મૂળ મહારાષ્ટ્રના કામદાર કંપની ગત તા.26 જુલાઈના રોજ કંપની પ્લાન્ટમાં 30 ફૂટ ઉપર પતરાના શેડ પર પતરું બદલ માટે ચઢ્યો હતો જ્યાં સિમેન્ટનું પતરું તૂટી જતા તે નીચે પટકાતો હતો જ્યાં ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના સાથી સોનુ મોટીરીયા દ્વારા પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડી પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application