ભરૂચનાં વાલિયા તાલુકાનાં ચોરઆમલા બસ સ્ટેન્ડ નજીક બાઈક ઉપરથી મહિલા પડી ગઈ હતી. ત્યારબાદ મહિલાને ઇક્કો કાર ચાલકે ટક્કર મારી હતી. જેથી સારવાર મળે તે પહેલા જ તેણીનું કરુણ મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નેત્રંગ તાલુકાનાં રાજવાડી ગામના દેવળ ફળિયામાં રહેતા નીતાબેન જયોનિશ વસાવા તેઓની નાની દીકરી અને પતિ સાથે સવારે વાલિયા તાલુકાનાં ભમાડીયા ગામમાં તેઓના પિયર ખાતે આવ્યા હતા.
જ્યાથી તેઓના મમ્મી લીલાબેન રમણ વસાવા સાથે પતિ જયોનિશ વસાવાની બાઈક ઉપર સવાર થઇ સોડગામ ખાતે બેંકમાં આવી રહ્યા હતા. તે દરમિયાન ચાલુ બાઈકે ચોરઆમલા બસ સ્ટેન્ડ નજીક લીલાબેન વસાવા પડી જતા તેઓને પાછળથી આવતી ઇક્કો કારના ચાલકે ટક્કર મારતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે 108 સેવાની મદદ વડે વાલિયાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે મહિલાને તપાસી મૃત જાહેર કરી હતી. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application