ભરૂચનાં ચાવજ ગામે તસ્કરો પેંધા પડયા હોય તેમ લાગી રહ્યુ છે. છેલ્લા એક સપ્તાહમાં ત્રણથી વધુ સ્થળે તસ્કરોએ હાથફેરો કરી પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. તસ્કરોએ એક વિધવા મહિલાનાં બંધ ઘરમાંથી તેમજ અન્ય મકાનમાંથી મળી સોના-ચાંદીના દાગીના, ઈલેકટ્રીક વાયરોના બંડલ તથા નળ સહિત સવા ત્રણ લાખથી વધુ મતાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી મુજબ, ભરૂચ તાલુકાનાં ચાવજ ગામની શ્યામવીલા સોસાયટીમાં રહેતી આશાબેન રાજભાન પટેલના પતિનું જાન્યુઆરી ૨૦૨૪માં અવસાન થતાં તેઓ તેમના એક પુત્ર અને બે પુત્રીનું ભરણપોષણ કરતી હતી.
અંકલેશ્વર ખાતે ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ગત ૬ એપ્રિલના રોજ ભોલાવ ખાતે રહેતી તેમની બહેનના ઘરે રામનવમીના તહેવાર નિમિત્તે છોકરીઓને જમાડવાનો પ્રસંગ હોય તેમણે પોતાની બંન્ને પુત્રીઓને તેમની બહેનના ઘરે જવા કહી ઘરને તાળુ મારી અંકલેશ્વર નોકરીએ ગયા હતા. સાંજે કામ પુર્ણ કર્યા બાદ તેઓ તેમના બહેનના ઘરે ગયા હતા જયાંથી રાત્રે ૮ વાગ્યે બંન્ને પુત્રીઓ સાથે ઘરે આવતા દરવાજો ખોલીને જોતા ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો.
તપાસ કરતા તેમના બેડરૂમની સ્લાઈડર બારી ખુલ્લી હોય તસ્કરોએ કોઈ રીતે બારીને ખોલી ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧.૫૪ લાખથી વધુ મતાની ચોરી કરી ગયા હોવાનું જણાયુ હતું. જયારે બીજા બનાવમાં અંકલેશ્વરની તુલસીવન રેસીડન્સી ખાતે રહેતા પંકજ સભાયા ઈલકટ્રીક વર્કના કોન્ટ્રાકટનું કામ કરે છે. ચાવજની વૃંદાવીલા સોસાયટીના એક મકાનમાં તેમણે ઈલેકટ્રીક વાયરોના બંડલો મુકયા હતા જે પૈકી કુલ ૧.૪૧ લાખના બંડલો તસ્કરો ચોરી ગયા હતા. તેમજ નજીકમાં આવેલા અન્ય એક મકાનમાં ચાલતી ક્રેડીટ એકસીસ ગ્રામિણ ફાયનાન્સની ઓફીસમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. ત્રીજી ઘટનામાં ચાવજ ગામની જ સ્કાય સીટી નામની બની રહેલી નવી સાઈટ પર ઓફીસના કબાટમાં તૃપ્તી કંપનીના ફ્લશકોક મુકવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500