દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે ૫૦ લાખની છેતરપિંડી કરનારા જે.ડી.ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં ભાગીદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. DGVCLના ઈજનેરે રો-મટીરીયલ આપ્યું હતું. જે પરત ન કરતા આખરે DGVCLનાં અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, જેડી ઈન્ફાસ્ટ્રક્ચરના ભાગીદારો જીગીશાબેન ધર્મેન્દ્ર પટેલ, ધર્મેન્દ્ર મહેન્દ્ર પટેલ (બંને રહે.પ્લોટ નં. ૧૬૫ પટેલ ફળિયું નવા રાજુવાડીયા) અને ત્રીજા છે. ધર્મેશ દિનેશ પરવડીયા (રહે.કોટડા, ઉગમણા તાલુકો ભુજ જીલ્લો કચ્છ) જેઓએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિભાગીય કચેરી રાજપીપળા કચેરીએ ગત તારીખ ૩૧-૩-૨૦થી તારીખ ૨૯-૪-૨૪ સુધી ફેબ્રિકેટર વસ્તુ બનાવવા આપેલ રો-વસ્તુઓ બનાવી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરી રાજપીપળા ખાતે જમા કરાવેલ હતું. પરંતુ આપેલ રો મટિરિયલ પૈકીનું ૭૫..૬૬૮ એમ ટી એમ એસ એંગલ, (૫૦x૫૦ x ૬ એમ એમ) જેની અંદાજિત કિંમત અંકે રૂ.૫૦,૩૮,૨૪૦/- થાય છે અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગે કચેરી ખાતે આજદિન સુધી જમા નહીં કરાવી ઠગાઇ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500