નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનનાં પી.એ.એસ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે વખતે બાતમી મળી હતી કે, જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી યામાહા કંપનીની મોટરસાયકલની ચોરી કરનાર આરોપી લખન મોટર સાયકલ સાથે આવનાર છે. જેના આધારે સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી લખન પહલાદ રાઠોડ (રહે.શાંતિ કોમ્પલેક્ષ, વરેલી ગાર્ડન પાસે, કડોદરા, મૂળ રહે. છનેરા ગામ, તા. હરસુત, જિ. ખંડવા, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની મોટર સાયકલ કબ્જે કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500