Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાંસોટનાં કતપોર ગામે યુવકની બાઈક ઝાડ સાથે અથડાતાં ગંભીર ઇજા પહોંચતા મોત

  • December 06, 2022 

હાંસોટ તાલુકાનાં કતપોર ગામનાં યુવકની બાઈક ઝાડ સાથે અથડાતાં ગંભીર ઇજા પહોંચતા અકસ્માત થયો હતો. જોકે અકસ્માત બાદ તાત્કાલિક સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, હાંસોટનાં કતપોર ગામની નવી વસાહતમાં રહેતા 28 વર્ષીય યુવક ભરત પ્રવિન રાઠોડ પોતાની બાઈક નંબર GJ/06/AF/9402 લઈ હાંસોટ ખાતે પોતાના કામ અર્થે નીકળ્યો હતો.




જોકે આ રસ્તામાં અંભેટા પાટિયાથી વાસનોંલી વચ્ચે પોતાની બાઈકનાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક રોડની બાજુમાં ઝાડ સાથે તેની બાઈક ધડકાભેર અથડાઈ હતી. જોકે અકસ્માતમાં ભરત રાઠોડને શરીરે અને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને સ્થાનિક વાહન ચાલકોની મદદથી 108થી ભરૂચ સિવીલ હોસ્પિટલમાં લઈ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં હાજર તબીબે યુવકને મરણ જાહેર કર્યો હતો. જોકે યુવકનાં મોતથી કુટુંબીજનોને થતા પરિવારજનો ગમગીની છવાઇ ગઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News