અંકલેશ્વર અને નેત્રંગને જોડતાં સ્ટેટ હાઇવે પર કોંઢ ગામ પાસે રોંગ સાઇડે આવેલાં ડમ્પરે સામેથી આવતી કારને ટકકર મારતાં મહિલા સહિત 5 લોકોને ઇજા પહોંચી હતી. જેમાં કારમાં મહેસાણામાં SRP તરીકે ફરજ બજાવતાં જવાન અને તેમનો પરીવાર સવાર હતો. સદનસીબે કારની આગળની બંને એરબેગ ખુલી જતાં જાનહાનિ થતાં અટકી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના વાડી ગામે રહેતા જીતેન્દ્ર વસાવા મહેસાણા ખાતે એસઆરપીમાં ફરજ બજાવે છે.
જોકે તેઓ તેમના પરિવાર સાથે વાડી ખાતે આવ્યા હતા અને રાત્રે તેમના પરિવાર સાથે મહેસાણા જવા માટે કાર લઈ નીકળ્યા હતા. તે સમયે વાલીયાથી અંકલેશ્વર રાજ્ય ધોરીમાર્ગ ઉપર વટારીયાથી આગળ કોંઢ ગામની સીમમાં અંકલેશ્વર તરફથી આવતી શુભ સેલ્સની ડમ્પર ટ્રકના ચાલકે રોંગ સાઇડે આવી તેમની કારને ટકકર મારી હતી.
જોકે આ અકસ્માતમાં જીતેન્દ્ર તેમના પત્ની નિરંજનાબેન, બંને પુત્રો સ્મિત અને સમર્થ તેમજ તેનો ભાણિયો ક્રિસીવને ઇજા થઇ હતી. જયારે ઇજાગ્રસ્તોને પહેલા અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે સુરત ખાતે નવી સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025