ભરૂચનાં હાંસોટ તાલુકાનાં સુણેવ ગામ નજીક ભૂંડ આડે આવતા કારની રોડ સાઈડ પલ્ટી મારી જવા પામી હતી અને ભૂંડ આડે આવતાં કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો. જોકે કાર રોડ સાઈડ ખાબકતા કાર સવાર 3 પૈકી 2ને ઇજા પહોંચી હતી. મળતી માહિતી અનુસા, હાંસોટ તાલુકાનાં સુણેવ ગામ નજીક રવિવારનાં રોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરત તરફથી કારમાં પરિવાર આવી રહ્યું હતું. તે દરમિયાન સુણેવ નજીક માર્ગ પર અચાનક ભૂંડ દોડી આવતા કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો.
તેમજ કાર રોડ સાઈડ પલ્ટી મારી જવા પામી હતી. જયારે કારમાં કાર ચાલક સહીત અંદર બેઠેલા 3 પૈકી 2 વ્યક્તિને ઇજા પહોંચી હતી. તેને પસાર થતા વાહન ચાલકો અને ગ્રામજનોએ ભારે જહેમતે બહાર કાઢ્યા હતા અને અને 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે હાંસોટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application