અંકલેશ્વરના 4 ગામમાંથી 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરોએ તોડી પાડ્યા હતા. જોકે 3 મહિના દરમિયાન અલગ અલગ સ્થળેથી ખેતી વિષયક વીજની ચાલુ લાઈન પર ટ્રાન્સફોર્મર તોડી પાડી કોપર ચોરી ગયા હતા. જેમાં 81 હજારની નુકશાની અને 2.84 લાખ ઉપરાંતની કોપર ચોરી થતાં પોલીસ ફરિયાદ કવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવેલા જુના દીવા, જૂની સુરવાડી, જૂના બોરભાઠા બેટ, નવી દીવી કોપર ચોરોએ છેલ્લા 3 મહિનામાં તરખાટ મચાવ્યો હતો.
જેમાં એક પછી એક 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તોડી પડ્યા હતા અને ગત તા.2 ઓગસ્ટથી 2 ઓક્ટોબર દરમિયાન તસ્કરોએ આ વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. જે અંગે ડીજીવીસીએલ દ્વારા સ્થળ તપાસ કરી અંકલેશ્વર એ. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વીજ ટ્રાન્સફોર્મર તોડી અંદર સ્ટડ તોડી ઓઇલ ધોળી રૂપિયા 81,000/-ની નુકશાની તેમજ અંદર કોપર કોઇલ અંદાજિત રૂપિયા 2.84 લાખની ચોરી મળી કુલ રૂપિયા 3.65 લાખની ચોરી અને નુકશાનીની ફરિયાદ નોંધી તપાસ પોલીસે હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500