Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર ચાલકે મોપેડને ટક્કર મારતાં નીચે પટકાયેલ બાળકીનું મોત

  • November 23, 2022 

ભરૂચમાં આવેલી મહાવીર ઝૂપડપટ્ટી ખાતે રહેતાં ઇમરાન સૈયદની 11 વર્ષીય પુત્રી અક્ષા તેમજ 8 વર્ષની પુત્રી આફિયા રોટરી ક્લબ પાછળ આવેલી સચ્ચિદાનંદ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જોકે તેઓ સોમવારે સવારનાં સમયે તેમને કલર કામની મજુરીએ જવાનું થતા તેમણે તેમના પાડોશમાં રહેતા મિત્ર રાજુ ચૌહાણનો પુત્ર વિક્રમને તેમની બંને પુત્રીઓને મોપેડ પર સ્કૂલે મુકી આવવા કહેતા વિક્રમ બંને બહેનોને શાળાએ મુકવા માટે જઇ રહ્યો હતો.




તે સમયે સિવિલ રોડ પર આવેલી ગીતા પાર્ક સોસાયટી સામેથી પસાર થતાં સમયે એક કાર ચાલકે પુરઝડપે ધસી આવી તેમની મોપેડને ટક્કર મારતાં તેઓ નીચે પટકાયાં હતાં. જેમાં 11 વર્ષીય અક્ષાનાં માથામાં ગંભીર ઇજાઓ થતાં કાર ચાલકે તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, તબીબે તેનું પરીક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ઘટના સંદર્ભે મૃતક બાળકીના પિતા ઇમરાન મહંમદ સૈયદે ભરૂચ એ ડીવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News