Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર પલ્ટી ખાઈ પુલ પરથી નીચે ખાબકતા કારમાં સવાર એક યુવકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

  • November 04, 2023 

રાજકોટના ધોરાજી નજીક નેશનલ હાઈવે પર સવારના સમયે ભાવનગરથી દ્વારકા જતી વખતે કાર પલ્ટી ખાઈને પુલ પરથી નીચે ખાબકતા એક યુવકનું મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ જણા ઘાયલ થયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાવનગરના રહીશ ચાર મિત્રો ભાવનગરથી દ્વારકા જવા માટે કાર લઈને નીકળ્યા હતા. તે સમયે ધોરાજીની આવકાર હોટલ નજીક પસાર થતાં હતી ત્યારે નેશનલ હાઇવે પર કોઈ કારણોસર પુરઝડપે જઈ રહેલ કાર પલ્ટી ખાઈ જતા કાર ઉછળીને પુલની નીચે 40 ફૂટ નીચે સવસ રોડ પર ખાબકી હતી.



આ પ્રકારે ભયંકર અકસ્માત થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 વિભાગમાં જાણ કરતા તમામને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ભાવનગરનાં દીપ નરેશભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. તેમજ તેની સાથે રહેલા રાહુલ વિશાલભાઈ પ્રજાપતિ, મહેશ નાગજીભાઈ સોલંકી અને કિશન રમેશભાઈ રાઠોડને ઈજા થવા પામી હતી. બનાવ અંગે જાણ થતાં ધોરાજી પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક પંચનામું અને વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application