મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં આમલપાડા ગામની સીમમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે પર દંપતિને અકસ્માત નડતા મહિલાનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં મોટાકાકડિ આંબા ગામના સરપંચ ફળિયામાં રહેતા કિશનભાઈ મુંગાભાઈ વસાવા નાઓ ગુરૂવારનાં રોજ બપોરના સમયે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/22/J/1377ની ઉપર તેમની પત્ની સંગીતાબેન વસાવા સાથે સોનગઢનાં આમલપાડા ગામની સીમમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે નંબર 174 ઉપર ગોડધા ખાડીના વળાંક પાસે રોડ ઉપરથી પસાર થતાં હતા. તે સમયે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવતા બાઈકનું બેલેન્સ નહિ જળવાતા પાછળ બેસેલ તેમની પત્ની સંગીતાબેન રોડ ઉપર નીચે પાડી દઈ માથાનાં પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે સોનગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application