Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શિક્ષિકાએ ગાળો બોલી આચાર્ય સામે આક્ષેપ કર્યા

  • January 30, 2024 

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલમાં થોડા દિવસ પહેલાં એક શિક્ષિકાએ આચાર્ય દ્વારા મારી ખોટી ફરિયાદ કરવામાં આવે છે અને મારી પાસે વધુ કામ કરાવડાવે છે તેવું કહીને સ્કૂલ માથે લીધી હતી. સ્કુલમાં પોલીસ બોલાવવા સાથે ઉગ્ર બોલાચાલી કરીને સ્કુલ અને આચાર્યની ઓફિસમાં જ ગાળો આપી હતી. આ ઉપરાંત પોલીસને આ બંનેને હાલ ઉચકો અને પોલીસ સ્ટેશન લઈ જાવ કહું કહી હોબાળો મચાવવામા આવ્યો હતો.


જોકે, આ પહેલા પણ આ શિક્ષિકા દ્વારા આવું ઉગ્ર વર્તન કર્યું હોવાની અનેક ફરિયાદ થઈ હતી. આ વિડીયો સાથે પણ ફરિયાદ થતાં શિક્ષણ સમિતિ દ્વારા સમગ્ર કિસ્સામાં તપાસ કરવા સાથે આવા વર્તન સામે પગલાં ભરવા માટે પણ કવાયત હાથ ધરી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ભેસ્તાનની એક શાળામાં શિક્ષિકાની બદલી થતાં તેઓએ પોતાની પાસે આચાર્ય દ્વારા વધુ કામ કરાવવા આવે છે અને ખોટી ફરિયાદ કરવામા આવે છે તેમ કહીને હોબાળો મચાવ્યો હતો.


એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે આ શિક્ષિકા હોબાળો મચાવતા હતો. હાથમાં ચપ્પલ લઈને આચાર્યને પોલીસની હાજરીમાં મારવા પહોંચી ગયા હતા. આ ઉપરાંત તેઓ ગંદી ગાળો બોલતા હતા તે પણ વિડિયોમાં આવી ગયું છે. આ ઉપરાંત અન્ય શિક્ષકાઓને પણ તેઓ ગાળો આપતા હતા. પોલીસની હાજરીમાં જ ગાળાગાળી અને મારા મારીના દ્રષ્યો સર્જાયા હતા. આ અંગેનો વિડિયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિએ તપાસ કરતાં અન્ય સ્કૂલમાં પણ આ શિક્ષિકા દ્વારા ઉગ્ર વર્તન કરાતું હોવાની ફરિયાદ બહાર આવી છે. આ ઉપરાંત સમગ્ર કિસ્સામાં શિક્ષણ સમિતિની ઈમેજને પણ ધક્કો લાગી રહ્યો છે. જેના કારણે શિક્ષણ સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ શાળામાં ગાળો બોલી હંગામો મચાવનાર શિક્ષિકા સામે નજીકના દિવસોમાં શિક્ષાત્મક પગલાં પણ ભરાય તેવી પૂરી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application