મધ્યપ્રદેશનાં છતરપુરનાં ધમોરામાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ધમોરાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ ઘટના બની હતી. બનાવની વિગત એવી છે કે, વિદ્યાર્થીએ બાથરૂમમાં જઈને પ્રિન્સિપાલને માથામાં ગોળી મારી દીધી હતી.
આચાર્યની ઉંમર 55 વર્ષ હોવાનું કહેવાય છે. બનાવ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તપાસ અહાથ ધરી હતી. મૃતકનું નામ સુરેન્દ્ર કુમાર સક્સેના હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ દળ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રિન્સિપાલનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં અચાનક ગોળીબારનાં અવાજથી શાળામાં ખળભળાટ મચી ગયો હતો. શું થયું તે કોઈને સમજાયું નહીં. દરમિયાન એક છોકરો ઝડપથી બાથરૂમમાંથી બહાર દોડી ગયો હતો. બાદમાં લોકોએ બાથરૂમમાં જોયું તો પ્રિન્સિપાલની લાશ જમીન પર પડી હતી. આમ, પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application