રાબતા ગુજરાતી સાહિત્ય પરિવાર અને કવિ મંચ સાહિત્ય પરિવારના સંયુક્ત ઉપક્રમે મેગા ગુજરાતી કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છંદ અને અછાંદસ એમ બંને વિભાગમાં સુંદર રચનાઓ પ્રાપ્ત થઇ અને કચ્છ સૌરાષ્ટ્રના સોથી વધુ કવિ મિત્રોએ ભાગ લીધો હતો. જેમાં છંદ વિભાગમાં પ્રથમ ક્રમાંકે બે નામ દોષિત થયાં હતાં કોકિલાબેન રાજગોર (થાણાં, ભીવંડી) અને પારૂલબેન ત્રિવેદી (હિંમતનગર) દ્વિતીય ક્રમે બે નામ ઘોષિત કરવામાં આવ્યાં પ્રભુલાલ સિધ્ધપુરા "પ્રભુ" (ગાંધીધામ) સુનિતાબેન મહાજન (અકોલા), તૃતીય ક્રમે ગીતા બેન ઠક્કર "ગીત" રહ્યા હતા. અછાંદસ કાવ્ય વિભાગનાં વિજેતાઓમાં પણ બે નામ જાહેર થયા હતા. જેમાં પ્રથમ ક્રમાંક પાલજીભાઇ રાઠોડ (સુરેન્દ્રનગર), સોનલબેન જેઠવા "સોનુ" (ગીર સોમનાથ) દ્વિતીય ક્રમાંકે વર્ષાબેન ભટ્ટ "વૃન્દા" (અંજાર), દેવજીભાઈ રોહિત દિપ (કઠવાલ)અને તૃતીય વિજેતા જાગૃતિબેન ત્રિવેદી (મુંબઈ) રહ્યા હતા.
જ્યારે આ સંપૂર્ણ કાર્યક્રમ ઝુમ એપ દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતુ. કાવ્ય સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કચ્છના જાણીતા સાહિત્યકાર અને કવિ શ્રી મદનકુમાર અંજારિયા, "ખ્વાબ સાહેબ" એ સેવા આપી હતી. કાર્યક્રમ સંચાલન રાબતા ગુજરાતી સાહિત્ય પરિવારના અધ્યક્ષ બીજલબેન જગડ કર્યું હતું. કવિ મંચ સાહિત્ય પરિવાર ના આયોજકોમાં રાબતા ગુજરાતી સાહિત્ય પરિવારના આયોજકમાં બીજલબેન જગડ, દીપક પુરી દર્દેદિલ, પૂજાબેન ગઢવી મંથના એ સંયુક્ત રીતે સમસ્ત આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500