Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લક્ઝરી બસમાં ઉત્તરપ્રદેશનાં એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી પાડયો

  • August 24, 2023 

હિંમતનગર ચિલોડા હાઇવે દારૂની હેરાફેરી માટે પ્રખ્યાત છે ત્યારે હવે આ માર્ગે પર હથિયારોની પણ હેરાફેરી કરવામાં આવી રહી છે. ચંદ્રાલા પાસે પોલીસ દ્વારા ખાનગી લક્ઝરી બસમાંથી ઉત્તરપ્રદેશનાં એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી પાડયો છે. આ શખ્સની ધરપકડ કરીને પિસ્તોલ ક્યાંથી લાવ્યો અને તેના ઉપયોગ અંગે પણ પુછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં મોટાભાગનો દારૂનો સપ્લાય રાજસ્થાનથી કરવામાં આવે છે. રાજસ્થાનથી હિંમતનગર-ચિલોડા માર્ગ મારફતે બેફામ દારૂ ઘુસાડવામાં આવે છે.



જેને પગલે પોલીસે ચંદ્રાલા પાસે કાયમી પોઇન્ટ રાખી દિધો છે અને ખાનગીની સાથે એસટીની બસોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પોલીસને ચંદ્રાલા નાકા પોઇન્ટ પાસે ખાનગી લક્ઝરી બસ આવી હતી તેનું ચેકીંગ કરતા બસમાં બેઠેલા એક મુસાફરના સામાન્માંથી પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલ સહિત મુસાફર શ્યામશંકર ચંદ્રપ્રકાશ શર્મા (રહે.ઉત્તરપ્રદેશ)નાંને પણ ઝડપી પાડી પોલીસે ગુનો નોંધ્યો છે એટલુ જ નહીં, આ પિસ્તોલ તે ક્યાંથી લાવ્યો અને તેના ઉપયોગ અંગે પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application