ગુજરાત અને દેશમાં ઠંડી અંગે હવામાન વિભાગે ફરી મોટી આગાહી કરી, જેમાં રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે જોકે આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમ ઉત્તરનાં પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતનાં મોટા શહેરોમાં પણ પારો ગગડી જશે અને તાપમાન નીચું જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં તાપમાન નીચે જતા જ ઠંડીનું જોર વધી જશે. રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થશે. ગુજરાતમાં ઠંડી વધતાની આગાહી કરતા જ જનજીવન પર તેની અસર પડશે.
આ સાથે જ કચ્છમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરી છે. કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. IMDનું માનીએ તો દિલ્હીમાં તા.14 જાન્યુઆરીએ જબરદસ્ત ઠંડી પડી શકે છે. ગત કેટલાક દિવસોથી ઠંડી પવનોથી મળેલી રાહત હવે મુસીબત બનવાની છે. રાજસ્થાનનાં ઉત્તર ભાગમાં તારીખ 14થી 17 જાન્યુઆરી વચ્ચે ઠંડી પવનોથી લઈને ભીષણ ઠંડી પડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application