Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : તિજોરીમાં મુકેલ દાગીના અને રોકડ રકમની ચોરી થતાં અજાણ્યા ચોર સામે ગુનો દાખલ

  • December 14, 2023 

વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલી સ્નેહધારા સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ રામુભાઈ પરમાર  રિલાઈન્સ કંપનીમા નોકરી કરે છે. તેમની માતા માતા કાંન્તાબેન રામુભાઈ પરમાર સુભાનપુરા ખાતે હરીઓમ નગર આત્મ જ્યોતી આશ્રમ રોડ ખાતે એકલા રહે છે અને માતાની ઉપરના મકાનમાં ભાડુઆત રહે છે. જોકે ગત તારીખ 10 ડિસેમ્બરના રોજ સવારે પરીવાર સાથે માતા પણ તેમના મકાનને લોક કરી ભરૂચ આવવા નીકળ્યા હતા.



ભરૂચ ખાતે મારી બહેનના પુત્રનું અવસાન થયું હોવાથી માતા ભરૂચ ખાતે રોકાયેલા હતા. જ્યારે તેઓ પરત આવી ગયા હતા. દરમિયાન બુધવારે તેમની માતાના મકાનની બાજુમા રહેતા પાડોશીએ ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા માતાના મકાનનુ તાળુ તુટેલ છે અને દરવાજો બહારથી ખુલ્લો છે. જેથી તેઓ તુરંત માતાના ઘરે આવીને તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમા પડેલો હતો. જ્યારે તીજોરીમા મુકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ 98,800/ની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application