Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

MBBSમાં એડમીશન આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ સામે ગુનો દાખલ

  • September 30, 2023 

અમદાવાદમાં રહેતા સરકારી અધિકારી પુત્રીને MBBSમાં એડમીશન અપાવવા માટે વાઘોડિયાની મેડિકલ કોલેજમાં ગયા હતા અને ત્યાં એક શખ્સે NRI ક્વોટામાં એડમીશન અપાવવાની લાલચ આપી અન્ય વ્યક્તિ સાથે મળાવીને તબક્કાવાર 83 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મેળવી લીધી હતી પરંતુ એડમીશન થયું ન હતું અને આ શખ્સો દ્વારા આપવામાં આવેલા બેલરો પણ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આખરે સેક્ટર-7 પોલીસે ત્રણ શખ્સો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ  ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના પ્રહલાદનગર ખાતે ઇન્દ્રપ્રસ્ત-5માં B-104માં રહેતા રાજકુમાર ભીમસેન રાયસિંઘાનીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રીએ વર્ષ 2018માં સોલા સ્વામીનારાયણ સ્કુલમાંથી ધો.12 વિજ્ઞાન પ્રવાહ 53 ટકા નીટ સાથે પાસ કરેલું હોવાથી અલગ અલગ મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી.



તે વખતે વડોદરાના વાઘોડિયા ખાતે આવેલી સુમનદિપ મેડિકલ કોલેજમાં એડમીશન લેવા ગયા હતા તે દરમ્યાન પેમેન્ટ સીટમાં એડમીશન મળતું હતું તે સમયે ત્યાં હાજર ભરતભાઇ પુંજાભાઇ પટેલ (રહે.21, મંગલપાર્ક સોસાયટી બારેજા, તા.દસક્રોઇ) સાથે મુલાકાત થઇ હતી અને તેમણે કોલેજના ટ્રસ્ટી તરીકેની ઓળખ આપી હતી. ત્યારબાદ મુઝફ્ફર લતિફભાઇ દિવાન (રહે.વ્હોરા સોસાયટી, વડતાલ રોડ, નરસંડા-નડિયાદ) સાથે મુલાકાત કરાવી હતી અને તેમણે એડમીશન કરાવી આપવાની વાત કરી હતી. પછી ભરતભાઇ સાથે સેક્ટર-12 ખાતે આવેલી મેડિકલ કોલેજમાં મુઝફ્ફર દિવાન સાથે મુલાકાત થઇ હતી અને NRI ક્વોટામાં એડમીશન અપાવવાનું કહીને 15 લાખ રૂપિયા આપ્યા હતા અને હિંમતનગર મેડિકલ કોલેજમાં એડમિશન થયું હોવાનું કહ્યું હતું



જોકે ત્યાંથી સોલા મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવાનું કહેતા વધુ 15 લાખની માંગણી કરવામાં આવી હતી તે પણ આપી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ સોલા સિવિલ ખાતે બોલાવીને વધુ 23 લાખ રૂપિયાની માંગણી કરીને એમસીઆઇનો લેટર આપ્યો હતો. તબક્કાવાર કુલ 83 લાખ જેટલી માતબર રકમ મેળવી લીધી હતી પરંતુ પુત્રીનું એડમીશન નહીં થતા તેમણે તપાસ કરી હતી અને આ શખ્સો દ્વારા આપવામાં આવેલા લેટરો પણ ખોટા હોવાનું બહાર આવ્યું હતું ત્યાર બાદ તેમણે રૂપિયા પરત આપવાનું કહ્યું હતું પરંતુ આજ સુધી તે પરત નહીં મળતા આખરે સેક્ટર-7 પોલીસ મથકમાં છેતરપિંડી વિશ્વાસઘાત સંદર્ભેની ફરિયાદ નોંધાવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application