તાપી જિલ્લા તંત્ર દ્વારા પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) દ્વારા યોજના હેઠળ ફરજ બજાવતા માનદવેતનધારકોની “Cooking Competition–વર્ષ : ૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત Millets એટલે બાજરી, જુવાર, નાગલી(રાગી) જેવા સ્થાનિક જાડા ધાનની વાનગીઓને પ્રાધાન્ય આપતી Cooking Competitionનું તાલુકા કક્ષાએ આગામી તા.૨૧/૦૧/૨૦૨૩ તથા જિલ્લા કક્ષાએ તા.૨૮/૦૧/૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવેલ છે.
પી.એમ.પોષણ અંતર્ગત તાલુકા કક્ષાની Cooking Competitionનું આયોજન હેઠળ પ્રથમ વિજેતાને રૂ.૫૦૦૦/- ઇનામ, દ્વિતિય વિજેતાને રૂ.૩૦૦૦/- અને તૃતીય વિજેતાને રૂ.૨૦૦૦/- ઇનામ આપવામાં આવશે. તાલુકાઓના પ્રથમ અને દ્વિતીય વિજેતાઓ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન થશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ.૧૦૦૦૦/- ઇનામ, દ્વિતીય વિજેતાને રૂ.૫૦૦૦/- અને તૃતીય વિજેતાને રૂ.૩૦૦૦/- ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે.
તાલુકાના પ્રથમ ક્રમાકના વિજેતાને “તાલુકા શ્રેષ્ઠ પી.એમ.પોષણ Cook” અને જિલ્લાના પ્રથમ ક્રમાંકના વિજેતાને “જિલ્લા શ્રેષ્ઠ પી.એમ.પોષણ Cook”નું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધાઓ અનુસાર આગામી તા.21-01-2023, શનિવારના રોજ તાલુકા કક્ષાની Cooking Competition મુખ્ય પ્રાથમિક શાળા વાલોડ, પ્રાથમિક શાળા ચીખલી, આશ્રમ શાળા ગડત, આદર્શ કુમાર શાળા સોનગઢ, તાલુકા શાળા ઉચ્છલ, પ્રાથમિક શાળા નિઝર, પ્રાથમિક શાળા પાટી ખાતે યોજાશે.
જ્યારે જિલ્લા કક્ષાની Cooking Competition તા.28-01-2023 શનિવારના રોજ મિશ્ર શાળા, વ્યારા ખાતે યોજાશે. તેથી પી.એમ.પોષણ યોજનાના માનદવેતનધારકો મોટી સંખ્યામાં આ સ્પર્ધામાં ભાગ લે તે માટે નાયબ કલેક્ટર, મધ્યાહન ભોજન યોજના, તાપીની અખબારી યાદીમાં અનુરોધ કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500