કોરોનાના કપરા કાળમા ભારતને મહદઅંશે સુરક્ષિત રાખનાર 'યોગ' અને 'આયુર્વેદિ'નુ મહત્વ વિશ્વ સમસ્તે સ્વીકાર્યું છે ત્યારે આ વર્ષની થીમ 'માનવતા માટે યોગા'નુ માહાત્મ્ય વર્ણવતા મંત્રીએ, યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવાનુ પણ આહવાન કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, ડાંગના ઐતિહાસિક સ્થળ એવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમા ત્રણ હજારથી વધુ લોકો 'યોગમય' બન્યા હતા.
આ ઉપરાંત 'આઝાદીના અમૃત મહોત્સવ' નિમિત્તે ભારત સરકાર દ્વારા દેશભરના ૭૫ જેટલા આઇકોનિક સ્થળો પૈકીના જિલ્લાના એકમેવ સ્થળ એવા ગિરિમથક સાપુતારાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે પૂજ્ય હેતલદીદી, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પણ વિશેષ ઉપસ્થિટીમાં કાર્યક્રમ યોજાયો હતો સાથે જિલ્લાના ત્રણેય તાલુકાઓ ખાતે પણ 'યોગ નિદર્શન'ના કાર્યક્રમો આયોજિત કરાયા હતા.
જે મુજબ આહવા તાલુકાનો કાર્યક્રમ આહવાના રંગ ઉપવન ખાતે, વઘઇ તાલુકાનો કાર્યક્રમ વઘઇની સરકારી ખેતીવાડી હાઇસ્કુલ ખાતે, અને સુબિર તાલુકાનો કાર્યક્રમ સુબિરની નવજ્યોત હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. ઉપરાંત જિલ્લાના તમામ ૩૧૧ ગામોના ૮૯૫ સ્થળોએ પણ 'યોગ નિદર્શન' યોજાયા હતા. જેમા કુલ ૯૨ હજાર ૭૨૫ થી વધુ લોકો 'યોગમય' બન્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500