તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા ન્યાયાલયન વિવિધ કર્મચારીઓ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિતે સવારે 7.00 થી 8.30 કલાકે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
આ ઉજવણીમાં શ્રી સમીર વી.વ્યાસ, મુખ્ય જિલ્લા ન્યાયધીશ, તાપી, કું.ટી.ડી.પડીયા, અધિક જિલ્લા ન્યાયાધીશ, શ્રી એ.એસ.પાડેં, પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ, શ્રી.જે.વી.પટેલ (ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ તથા સ્ટાફ મિત્રો, જિલ્લા ન્યાયાલય, તાપી અને ઇન્સ્ટ્રક્ટ્રર સહિત જિલ્લા ન્યાયાલયના કર્મચારીઓ/અધિકારીઓ સહભાગી થઇ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ ઓન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની “માનવતા માટે યોગા” થીમ આધારે સમગ્ર વિશ્વમાં કરવામાં ૨૧મી જુનના રોજ કરવામાં આવી હતી ત્યારે તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ વિવિધ પદાધિકારી/અધિકારીઓ અને જાહેરજનતા દ્વારા વિધ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના નીઝર તથા ઉચ્છલ તાલુકાના વિવિધ સ્થળોએ યોગ આસનો કરી ઉજવણીમાં ભાગ લીધો હતો. જિલ્લામાં કુલ-૭૭૫ સ્થળોએ લોકોએ યોગાસનો કરી વિશ્વ યોગા દિનમાં ભાગીદાર બન્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500