Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વ માતૃભાષા દિવસ : ધોરણ-10માં માતૃભાષા ગુજરાતીમાં નપાસ થયેલાં વિદ્યાર્થીઓના આંકડા ચિંતાજનક

  • February 22, 2024 

દિનપ્રતિદિન માતૃભાષા પ્રત્યેનો આદરભાવ ઓસરી રહ્યો છે અને તેની સાથેનું કનેક્શન તૂટી રહ્યું છે. એમાંય ગુજરાતી ભાષા સાથે આ પરિસ્થિતિ વધારે વિપરિત થઈ રહી છે. આ અમે નથી કહી રહ્યાં આ સરકારે આપેલાં આંકડાંઓ લેખિત પુરાવો છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીં આપવામાં આવેલાં છે વિતેલાં વર્ષોના ધોરણ-10માં માતૃભાષા ગુજરાતીમાં નપાસ થયેલાં વિદ્યાર્થીઓના કેટલાંક આંકડા જે સ્થિતિ કેટલી ચિંતાજનક છે તેનો અંદાજો લગાવે છે.  માતૃભાષા ગુજરાતીમાં જ ગુજરાતના વિદ્યાર્થીઓનો પાયો હજુ કાચો હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક વર્ષના ધોરણ ૧ થી ૧૦ના ગુજરાત બોર્ડના પરિણામ ગુજરાત બોર્ડના પરિણામ પર નજર કરવામાં આવે તો અંદાજે ૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ નાપાસ થતાં હોય છે.


ગત વર્ષે ધોરણ ૧૦ની પરીક્ષામાં કુલ ૬.૨૫ લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૬૨૮૬ જેટલા નાપાસ થયા હતા. વર્ષ ૨૦૨૨માં સ્થિતિ વધારે ખરાબ હતી. એ વખતે ૬.૬૪ લાખ પરીક્ષાર્થીઓમાંથી ૧.૧૮ લાખ નાપાસ થયા હતા. જાણકારોના મતે ગણિત, વિજ્ઞાન બાદ જે વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓમાં ફેલ થતાં હોય તો તે ગુજરાતી છે. આજે પણ ઘણા વિદ્યાર્થીઓને ગુજરાતી માતૃભાષા હોવા છતાં યોગ્ય રીતે ગુજરાતી લખતા તો દૂર વાંચતા પણ આવડતું નથી. વિદ્યાર્થીઓનું ગુજરાતીમાં સ્તર સુધરે તે દિશામાં શરૂઆતથી જ મહેનત કરવી પડશે. પાયો જ કાચો હશે તો તેનાથી આગળ જતાં ગુજરાતીમાં નબળું પરિણામ આવે તેની સંભાવના વધી જ જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application