Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનાં ગાડરીયામાં વિશ્વ હોમીયોપેથી દિવસની ઉજવણી, 2247 લાભાર્થીએ કેમ્પનો લાભ લીધો

  • April 11, 2023 

બાળકોથી માંડીને મોટેરાઓને પણ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે દવા આપવામાં આવી વલસાડ તાલુકાના ગાડરીયા ગામમાં બ્રહ્મદેવ મંદિરના પરિસરમાં "One health one family"ની થીમ પર વિશ્વ હોમીયોપેથી દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૧૦ એપ્રિલને સોમવારે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પંચાયતની જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા હોમિયોપેથીક નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી મનહરભાઈ ચૌધરીની આગેવાનીમાં આયુષ હોમિયોપથીક ઓફિસરોની ટીમે કેમ્પમાં સેવા આપવામાં આવી હતી.






યોગ પ્રાશિક્ષક શિવમ ગુપ્તા અને ગુલાબભાઇ રાઉતે યોગ સબંધિત માહિતી આપી હતી. આઇસીડીએસ શાખા દ્વારા ૧૯ કરતાં વધુ મીલેટસમાંથી બનાવેલી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રચાર પ્રસાર માટે પેમ્પ્લેટ, નાના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે આરોગ્યયુક્ત આલ્ફાલ્ફાંના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. જેમો કુલ લાભાર્થી તરીકે આલ્ફાલ્ફાં ડ્રોપસ ૪૭ બાળકોને, ઈમ્યુનિટી પાવર વધે તે માટે પુખ્ત વયના ૮૪૦ લાભાર્થીઓને આરસેનિક આલ્બમ દવા, ઓ.પી.ડી.માં સાંધાના દુખાવો, ચામડીની બિમારી અને એસીડિટી સહિત અન્ય બિમારીના ૩૮૦ લાભાર્થી, પ્રચાર પ્રસાર પેમ્પ્લેટ ૬૧૦, યોગ પ્રશિક્ષક ૨૦ અને મિલેટ્સ પ્રદર્શનના ૩૫૦ લાભાર્થી મળી કુલ ૨૨૪૭ લાભાર્થીએ આ કેમ્પનો લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application