ઉત્તરપ્રદેશના સંભલમાં 46 વર્ષ પછી ખુલેલા મંદિરની બાજુમાં આવેલા ઘરના ગેરકાયદેસર ભાગમાં દબાણ હટાવવાનું કામ શરુ થઈ ગયું છે. જોકે આ કામમાં વહીવટી તંત્રએ પોતાનો હાથ નથી લગાવ્યો. મકાન માલિક મતીન અહેમદે પોતે મજૂરોને બોલાવીને તેને તોડી રહ્યા છે. મંદિરની બાજુના મકાનનો ગેરકાયદેસર હિસ્સો મજૂરો તોડી રહ્યા છે. હથોડાથી ગ્રિલ તોડવામાં આવી રહી છે. મંદિરને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તાડપત્રી પણ લગાવવામાં આવી છે. આ મંદિર તાજેતરમાં અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન મળી આવ્યું હતું. આ મામલે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા મતીન અહેમદે કહ્યું કે, અમારી પાસે તમામ પેપર છે, અમે અમારી ઇચ્છાથી તમામ કામ કરાવી રહ્યા છીએ અને 2થી 2.5 ફૂટનો હિસ્સો તોડવામાં આવશે. મંદિરને અડીને આવેલો ભાગ કાયદેસર છે અને ઉપરનું પિલર તોડવામાં આવશે. પહેલા માળે આવેલી બાલ્કનીનો અડધાથી વધુ ભાગ તૂટી જશે.
બારી નહીં તૂટે. પરિક્રમાનો હિસ્સો ગેરકાયદેસર નથી. તારિખ 14 ડિસેમ્બરના રોજ જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવેલા અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન આ મંદિર મળી આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્રએ સંભલમાં અતિક્રમણ વિરોધી અભિયાન ચાલુ રાખ્યું છે. આ વચ્ચે જિલ્લા અધિકારી ડૉક્ટર રાજેન્દ્ર પેંસિયાને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણને પત્ર લખીને તેની વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરી છે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ASIએ આ પત્રનો કોઈ જવાબ નથી આપ્યો. બીજી તરફ મતીન અહેમદના ઘરે સોમવારે સાંજે જ માપણી કરવામાં આવી હતી.
એડિશનલ એસપી શિરીષ ચંદે કહ્યું કે, જો કંઈપણ ગેરકાયદેસર મળી આવશે તો તેને હટાવવામાં આવશે. શિરીષ ચંદે હતું કહ્યું કે, મંદિરની બાજુમાં આવેલા ઘરનો 3થી 3.25 ફૂટનો ભાગ ગેરકાયદેસર છે અને તેઓ પોતે જ તેને હટાવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે મંદિરની બહાર આવતા ભક્તોને નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈને ઈંટ ન લાગી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ મકાનની નિયમ મુજબ માપણી સાથે કાર્યવાહી કરવામાં આવશે. આ મકાનની સંબંધિત વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500