બીલીમોરામાં અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં પરણિતાનું ગંભીર ઇજાગ્રસ્ત થયા બાદ મોત નીપજ્યું હતું. બીલીમોરા રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પરણીતા મહિલા સૈયદ નુશરત બેગમ સૈયદ વહાબ કાદરી (ઉ.વ.45), બીલીમોરા એમ.જી રોડ ઉપર આવેલ શાલીમાર પ્લાઝા, પોતાની એસ.ટી. ડેપોમાં પાર્સલ વિભાગમાં નોકરી પૂરી કરીને સાંજે 5.15 વાગ્યે પગપાળા પૂર્વમાંથી પશ્ચિમ રેલવે ટ્રેક ક્રોસ કરીને ઘરે જવા નીકળી હતી.
તે અરસામાં બીલીમોરાની મુખ્ય રેલવે ક્રોસિંગ નંબર 108ને ઓળંગી પૂર્વમાંથી પશ્ચિમમાં આવતી નુશરત કાદરી ડાઉન લાઈન પરથી પસાર થતી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા તેને લાગેલી જોરદાર ટક્કરથી તેને માથામાં અને પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે નજીકમાં જ રેલવે પોલીસ ચોકી હોવાથી ફરજ પરનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તરત જ પહોંચી જઈને અર્થબેભાન હાલતમાં પડેલી નુશરત કાદરીને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવાઈ હતી પણ તેને સારવાર મળે તે પહેલા મહિલાનું મોત નિપજયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application