ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે ત્યારે એલ.સી.બી. પોલીસ દ્વારા બાતમીના આધારે આદીવાડાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને મહિલા બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. મહિલા બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગાંધીનગર પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન બાતમી મળી હતી કે, આદિવાડામાં રહેતી રીઢી બુટલેગર સવિતાબેન મુકેશભાઈ દંતાણી પોતાના ઘરે વિદેશી દારૃનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરી રહી છે. જેનાં પગલે મહિલા ટીમને સાથે રાખી આદીવાડાનાં દંતાણી વાસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘરે સવિતા દંતાણી મળી આવી ન હતી અને તેના ઘરની પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની 24 બોટલો મળી આવી હતી. જેથી વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરીને મહિલા બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application