વલસાડના છીપવાડમાં અનાજ-કરિયાણાના વેપારીને તેના પિતરાઈ ભાઈએ ‘પીછો કેમ કરે છે’ તેમ કહીંને વેપારીના ઘરમાં ઘૂસીને માર માર્યો હોવાની ઘટનામાં વેપારીએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, છીપવાડ વિસ્તારમાં મનહરલાલ ગંગારામ મોદી નામની અનાજ-કરિયાણાની દુકાન ચલાવતા કૃણાલ મોદી મંગળવારે રાત્રે રાબેતા મુજબ દુકાન બંધ કરીને પ્રમુખવિહાર સોસાયટીમાં સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતાં.
ત્યારે આશરે રાત્રે ૮-૦૦ વાગ્યાના સુમારે તેમની બાજુમાં જ કરિયાણાની દુકાન ચલાવતા અને તેના ઘરની સામે જ રહેતા જૈનિશ મોદી તેના પિતા ધર્મેશભાઈ મોદી અને માતા નીમાબેન સાથે લાકડાં અને ચલેથો લઈ કૃણાલના ઘરે પહોંચ્યા હતાં. જૈનિશે તું મારો પીછો કેમ કરે છે? તેમ કહીં અપશબ્દો કહેતા કૃણાલે હું તારો પીછો કરતો ન હતો, હું મારા કામથી ગયો હતો, તેવો જવાબ આપતા ઉશ્કેરાઈ ગયેલા જૈનિશ મોદીએ તેને લાકડાંના ફટકાં મારી લોહીલુહાણ કરી નાંખ્યો હતો. આ સમયે ઘરમાં હાજર વેપારી કૃણાલના નાના વચ્ચે પડ્યા તો તેમને પણ ધક્કો મારી દેવાયો હતો. આથી તે ગબડી ગયાં હતાં. ઘટનાને કારણે બૂમાબૂમ થતાં આ ત્રણે જણા ફરીવાર આવું કરશે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ત્યાંથી નીકળી ગયાં હતાં. ઈજાગ્રસ્ત કૃણાલને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application