મહારાષ્ટ્રના સતારામાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવતી 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી, ત્યારે સ્થાનિક લોકોને તેની જાણ થતાં યુવતીનું રેક્સ્યુ ઓપરેશન કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે રાયગઢ જિલ્લામાં 2.80 લાખ ફોલોઅર્સ ધરાવતી એક ટ્રાવેલ ઈન્ફ્યુએન્સરનું રીલ બનાવવાના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં પડવાથી મોત નીપજ્યું હતું. બીજી તરફ, હવામાન વિભાગે મહારાષ્ટ્રના 04 ઓગસ્ટ પાલઘર, પૂણે અને સતારા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સાથે તિભારે વરસાદી માહોલને લઈને લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા લોકો નીતનવા અખતરા અપનાવતા હોય છે, આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહાષ્ટ્રના સતારામાં સેલ્ફી લેતી વખતે એક યુવતી 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જ્યારે લોકોને આ વાતની જાણ થતાં યુવતીને બચાવવાની રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વીડિયોમાં જોવા મળે છે એક યુવતીને દોરડાની મદદથી એક વ્યક્તિ દ્વારા ખીણમાંથી બહાર નીકાળવામાં આવી રહી છે. યુવતીનું રેસ્ક્યુ કર્યા પછી તેને સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
યુવતીને ખીણમાંથી રેસ્ક્યુ કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનો ક્રેઝ વધવાની સાથે અમુક લોકો પોતાનો જીવ પણ મુશ્કેલીમાં મુકી દેતાં હોય છે. જેમાં સેલ્ફી અને રીલ બનાવવાની ચક્કરમાં અમુક લોકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ટ્રાવેલ ઈન્ફ્યુએન્સર આનવી કામદારનું ખીણમાં પડી જવાથી મોત થયું હતું. આનવી રાયગઢ જિલ્લાના પ્રખ્યાત કુંભે ઝરણાને જોવા માટે ગઈ ત્યારે ઈન્ટાગ્રામમાં રીલ બનાવવા માટે શૂટિંગ કરી રહી હતી.
આ દરમિયાન તેને પગ લપસી જતાં તે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આનવી વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટ (CA) છે અને તેના ઈન્ટાગ્રામમાં 2.80 લાખ ફોલોઅર્સ ધરાવે છે. હવામાન વિભાગ દ્વારા 04 ઓગસ્ટે મહારાષ્ટ્રના પાલઘર, પૂણે અને સતારા જિલ્લા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઠાણે, મુંબઈ, રાયગઢ, સિંધુદુર્ગ અને નાસિક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગે વરસાદનું અનુમાન કરતાં જણાવ્યું હતું કે, પાલઘર, પૂણે અને સતારા સહિતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025