Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડવા ગામે નીલગાયનો શિકાર કરતા 5 ઈસમોને ભરૂચ વનવિભાગે ઝડપી પાડી કાર્યવાહી કરી

  • January 07, 2022 

ભરૂચ જિલ્લામાં શીકારી ગેંગ દ્વારા નીલગાય જેવા પ્રાણીઓનો સતત શિકાર કરવામાં આવતો હોવાની ફરીયાદ ઉઠી હતી. જે અંગે ભરૂચ જિલ્લા વન વિભાગની ટીમ સતત રાત્રી પેટ્રોલીંગ કરીને વડવા શિકારી ગેંગના 5 ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી એક બંદૂક સહીત વહાનો અને હથિયારો કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, ભરૂચના વડવા ગામના વિસ્તારમાં શિકારીઓ દ્વારા નીલગાય (રોઝ) નો શિકાર મોટી સંખ્યામાં કરાતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જે અંગે મદદનીશ વન સંરક્ષક પેટા વન વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભરૂચ નોર્મલ તથા સામાજિક વનીકરણના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી શિકારીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.ત્યારે ટીમના સભ્યોને મળેલી બાતમીના આધારે ભરૂચના વડવા ગામમાં રેડ કરતા આરોપી ઇનાયત ઉમરજી પટેલ, અશરફ ઇનાયત પટેલ, મુબારક હૈદર મન્સૂરી, સાદિક ઈસ્માઈલ દિવાન, આરીફ મોહમ્મદ પટેલ દ્વારા નીલ ગાય શિકાર કરવામાં આવેલો હોવાનું માલુમ પડતા તેમની સામે ગુનો નોંધી વન્યપ્રાણી અધિનિયમ 1972 મુજબની કાર્યવાહી કરી હતી. જોકે તેમની પાસે ગુના કામે ઉપયોગમાં લીધેલો સાધન ચપ્પું બે નંગ, એક છરો, એક બારબોરની બંદૂક, મોટરસાયકલ નંગ- બે, જીપ ગાડી બે, એક ટ્રેક્ટર કબ્જે કાર્ય હતા. નીલગાયના શિકાર કરેલા અવશેષો ચામડું, માથું, હોજરી, મટન વગેરે કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application